વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેકનિકલરૂપે નીપુણ યુવાનોને આત્મનિર્ભર અને આધુનિક ભારતના નિર્માણમાં યોગદાન આપવાની અપીલ કરતા મંગળવારે કહ્યું કે આગામી ૨૫ વર્ષમાં ભારતના વિકાસ પ્રવાસનું સુકાન તેમણે સંભાળવું જોઈએ. વડાપ્રધાન મોદીએ આઈઆઈટી-કાનપુરના ૫૪મા દિક્ષાંત સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને ડિગ્રી આપવા માટે બ્લોકચેઈન ટેકનિક આધારિત ડિજિટલ ડિગ્રી આપી હતી. આ સાથે વડાપ્રધાને વિદ્યાર્થીઓને કહ્યું કે ૨૧મી સદી ટેક્નોલોજીની છે. તમે ટેક્નોલોજીમાં શ્રેષ્ઠતા હાંસલ કરો, પરંતુ રોબોટ ના બનો અને માનવીય સંવેદનાઓ ના ભૂલશો.
વડાપ્રધાને દિક્ષાંત સમારંભને સંબોધન કરતા કહ્યું કે ૨૧મી સદી ટેક્નોલોજીની છે. આ સદીમાં ટેક્નોલોજીની પોતાની તાકાત છે, પરંતુ તમારે માનવીય તત્વોને ભૂલવા ન જોઈએ. પોતાને રોબોટ ના બનાવશો. ભાવનાઓને ના ભૂલશો અને દયા માટે કોઈ પાસવર્ડ ના હોવો જોઈએ. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ બરાબર છે, પરંતુ માનવીય બુદ્ધિને પણ મહત્વ આપવું જોઈએ.