લોકસભાની ચૂંટણીમાં ભાજપે ચાર ધારાસભ્યોને ટિકિટ આપી હતી. જેમાં થરાદના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી પરબતભાઈ પટેલને બનાસકાંઠાથી ટિકિટ આપી હતી, ખેરાલુના ધારાસભ્ય ભરતસિંહ ડાભીને પાટણ લોકસભાથી ટિકિટ આપી હતી, અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખ પટેલને અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકથી ટિકિટ આપી હતી અને લુણાવાડાના ધારાસભ્ય રત્નસિંહ રાઠોડને પંચમહાલ લોકસભા બેઠકથી ટિકિટ આપી હતી આમ ચાર ભાજપના ધારાસભ્યો લોકસભાની ચુંટણીમાં વિજય થયા હોવાથી હવે ચાર વિધાનસભા બેઠક પર પેટા ચુંટણી આવનાર છ મહિનામાં યોજાશે. આમ ચાર ધારાસભ્યોએ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને રાજીનામા આપ્યા હતા.
ઉત્તર ગુજરાતના રાજકારણ પર આવનાર સમયમાં યોજાનાર પેટા ચુંટણી અસર કરશે તેવી ગણતરી રાજકીય પંડિતો લગાવી રહ્યા છે. લોકસભાની ચુંટણી વખતે રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસનો હાથ છોડ્યો હતો અને ભાજપને જીતાડવાના પ્રયત્ન કર્યો હતો અને બનાસકાંઠા બેઠક પર તો પોતાના અપક્ષમાં ઉમેદવારો પણ ઉભો રાખ્યા હતા.
પેટા ચુંટણી કેવી રીતે અસર કરશે ઉત્તર ગુજરાતના રાજકારણ પર
પરબત પટેલની લોકસભાની ટિકિટ જાહેર થઇ ત્યારે શંકર ચૌધરીએ એક કાંકરે બે પક્ષી પાડ્યા હોય તેવું રાજકીય નિષ્ણાતો માની રહ્યા હતા અને થરાદ બેઠક ખાલી પડી હોવાથી વિધાનસભા બેઠક પર ચૌધરી બહુમતી હોવાથી ચુંટણી લડશે તેવું ગણિત માનવામાં આવે છે. બનાસકાંઠા બેઠક પરથી ચુંટણી જીતીને સાંસદ બનેલા પરબત પટેલે પોતે કહે તેમ ઉમેદવાર ઉતારવાનું ભાજપ મોવડી મંડળને કહ્યું હતું. તેઓના પુત્ર શૈલેશ પટેલને ટિકિટ આપે તેવું મનાઈ રહ્યું છે. જ્યારે એકબાજુ અલ્પેશ ઠાકોર ઉત્તર ગુજરાતના રાજકારણ પર પોતાનું પ્રભુત્વ જમાવવાની કોશિશ કરશે.
ગુજરાતમાં જુલાઈ મહિનામાં રાજ્યસભા માટે પેટા ચુંટણી યોજાવા જઈ રહી છે ત્યારે કોંગ્રેસના ગઢમાં ગાબડું પડે તેમ પણ માનવામાં આવી રહ્યું છે.
૨૦૧૭ની વિધાનસભામાં વાવ બેઠક પરથી ચુંટણી હારનાર શંકર ચૌધરીને કોઈ પણ સંજોગે વિધાનસભામાં ચુંટાઈને જવું છે. જો થરાદ બેઠક પર શંકર ચૌધરી ચુંટણી લડે તો જીતવું થોડું અઘરું પણ બની શકે તેમ છે. શંકર ચૌધરી આવા સંજોગમાં ચુંટણી હારી જાય તો ફરી ૨૦૨૨ સુધી રાહ જોવી પડે તેમ છે. ભાજપના પ્રદેશ સ્તરના આગેવાનો શંકર ચૌધરીની ફરી એન્ટ્રી થાય તેવું ઈચ્છતા નથી. બીજો વિકલ્પ શંકર ચૌધરી માટે રાધનપુર બેઠક છે અને જો ભાજપ અલ્પેશ ઠાકોર કોંગ્રેસના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપે અને પેટા ચુંટણીમાં ઝપલાવા માંગે તો ઠાકોરના મતોનું પ્રભુત્વ ધરાવતી બેઠક ખેરાલુ છે તે બેઠક પરથી ટિકિટ આપી શકે છે. શંકર ચૌધરીને રાધનપુરથી ટિકિટ આપી શકે છે. આ બધા સંજોગ વચ્ચે શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોર બન્ને નેતા ઓબીસીમાંથી આવે છે તો ઓબીસી નેતા તરીકે અને ઉત્તર ગુજરાતના રાજકારણ પર પ્રભુત્વ જમાવવા માટે એક પ્રકારે સત્તા માટેનો સંઘર્ષ ઉભો થશે