રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ડિવિડન્ડ(સરપ્લસ) પેટે 99,122 કરોડ રૂપિયા કેન્દ્ર સરકારને ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે. આરબીઆઇના આ નિર્ણયથી કેન્દ્ર સરકારને કોરોનાની બીજી લહેરનો સામનો કરવામાં મદદ મળશે. આરબીઆઇના ગવર્નર શક્તિકાંતા દાસના નેતૃત્ત્વમાં આરબીઆઇના સેન્ટ્રલ બોર્ડની વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ રકમ જુલાઇ, 2020થી માર્ચ, 2021 સુધીના 9 મહિના માટે ચૂકવવામાં આવશે. રિઝર્વ બેન્કનું એકાઉન્ટિંગ યર જે અત્યારસુધી દર વર્ષે જુલાઈથી જુનનું રહેતું તેમાં ફેરબદલ કરીને હવે તેને એપ્રિલથી માર્ચનું કરાયું છે. સમાપ્ત થયેલું નાણાં વર્ષ ટ્રાન્ઝિશન પીરિયડ હોવાથી રિઝર્વ બેન્કે જુલાઈ 2020થી માર્ચ 2021ના અંતે સમાપ્ત થયેલા નવ મહિનાની બેલેન્સ શીટ તૈયાર કરી છે.