RBIએ સતત 5મી વાર રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી, ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે મોનેટરી પોલિસી કમિટી એ કોઈ ફેરફાર કર્યા વિના રેપો રેટ 6.5 ટકા પર યથાવત રાખ્યો છે.
ભારતીય રિઝર્વ બેંકે ફરી એકવાર રેપો રેટ સ્થિર રાખવાનો નિર્ણય લીધો છે. આજે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે નાણાકીય સમીક્ષા બેઠકના પરિણામોની જાહેરાત કરી હતી. કેન્દ્રીય બેંકે ફરી એકવાર રેપો રેટ યથાવત રાખ્યો છે અને તેમાં કોઈ ફેરફાર કર્યો નથી. RBIના નિર્ણય બાદ ફરી એકવાર વ્યાજ દર 6.5 ટકા પર યથાવત છે