નાણા મંત્રાલયે આજે ખાતરી આપી હતી કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના ડીએના બાકી ત્રણ હપ્તા જુલાઇથી ચુકવવામાં આવશે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને ૧-૧-૨૦૨૦, ૧-૭-૨૦૨૦ અને ૧-૧-૨૦૨૧ એમ ડીએના કુલ ત્રણ હપ્તા ચૂકવવાના બાકી છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને ૧૭ ટકા ડીએ ચૂકવવામાં આવે છે. સરકારે ગયા વર્ષે એપ્રિલમાં નિર્ણય લીધો હતો કે જુન, ૨૦૨૧ સુધી સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના ડીએમાં વધારો કરવામાં આવશે નહીં.