ભારતે સોમવારે શાંઘાઇ સહયોગ સંગઠનની બેઠકમાં જણાવ્યું હતું કે પ્રદેશ ત્રાસવાદના રૂપમાં સૌથી મોટા પડકારનો સામનો કરી રહ્યો છે, આ જોખમનો અંત આણવાથી આર્થિક સહિતના મોરચે ક્ષમતાનો વિસ્તાર કરવામાં મોટી સિદ્ધિ હાંસલ કરી શકાય તેમ છે. વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયેલી શાંઘાઇ સહકાર સંગઠનના વડાઓની પરિષદને સંબોધતાં ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ સરહદ પારના ત્રાસવાદનો ઉલ્લેખ કરીને સહિયારા પ્રયાસથી ત્રાસવાદનો સામનો કરવા તેમણે અનુરોધ કર્યો હતો. ભારત તમામ પ્રકારના આતંકવાદનો સામનો કરી રહ્યું હોવાનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં ભારત સામે સૌથી મોટો પડકાર ત્રાસવાદ છે.