અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલા સમયથી અસામાજીક તત્વો લોકોને ડરાવી, ધમકાવી અથવા તો જીવલેણ હુમલો કરી તેમને લૂંટી લેતા હોવાના કિસ્સાઓ પોલીસ ચોપડે નોંધાયા છે. તેવા લોકો સામે અમદાવાદ શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ લાલા આંખ કરી એક જાહેરનામું બહાર પાડ્યું છે. તેઓએ વધુમાં જણાવ્યું છે કે, અમદાવાદ શહેરના ઘણા એવા વિસ્તારોમાં તલવાર,ચપ્પુ અથવા બેસબોલના ડંડાઓ સાથે રાખીને હુમલા કરતા હોવાના બનાવો શહેરમાં વધુ જોવા મળી રહ્યા છે
આવા ગુનાઓને રોકવા માટે પોલીસ દ્વારા સતત કોંમ્બીગ નાઈટનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં બનતા ગુનાઓમાં ગેરકાયદેસર હથિયારો દ્વારા અવારનવાર હુમલાઓ કરવાના કારણે શરીરસંબધો ગંભીર ગુનાઓ બનતા હોવાનું સામે આવી રહ્યું છે. જેથી વિકાસ સલામતી માટે કોઈપણ આરોપીઓ ગુનાને અંજામ આપતા અટકે અને શહેરીજનો ભયભીત વાતાવરણમાં ન રહે.