Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટનું રેન્કિંગ 2025ના પ્રથમ 6 મહિનાઓ માટે પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ રેન્કિંગ પ્રતિષ્ઠિત સંસ્થા હેનલી એન્ડ પાર્ટનર્સ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જણાવી દઇએ કે, હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ દર વર્ષે દુનિયાના વિવિધ દેશોના પાસપોર્ટનું રેકિંગ બહાર પાડે છે. આ ઇન્ડેક્સમાં પાસપોર્ટને તેનાં ધારકો દ્વારા કેટલા દેશોમાં વિઝા વિના પ્રવાસ કરી શકાય છે તેના આધારે ક્રમ આપવામાં આવે છે. 2025ના રેન્કિંગ અનુસાર, સિંગાપોરનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી માનવામાં આવ્યો છે, જે તેની માન્યતા અને વિઝા-મુક્ત સુવિધાઓ માટે જાણીતા છે.
ભારત અને પાકિસ્તાનનું રેન્કિંગ 
ભારત માટે આ વર્ષે રેન્કિંગ થોડું નબળું રહ્યું છે. ભારત 5 સ્થાન નીચે સરકીને 85મા ક્રમે પહોંચી ગયું છે. ભારતીય પાસપોર્ટ ધારકોને 57 દેશમાં વિઝા વિના મુસાફરી કરવાની મંજૂરી છે, જ્યારે ગયા વર્ષે ભારત 80મા ક્રમે હતું. બીજી તરફ, પાકિસ્તાનનું રેન્કિંગ આ વખતે 103મું છે, જે તેનાં નબળા પાસપોર્ટ માટે જાણીતું છે. પાકિસ્તાન પાસપોર્ટ ધારકોને ફક્ત 33 દેશમાં વિઝા વિના મુસાફરી કરવાની મંજૂરી આપે છે. પાકિસ્તાન ઉપરાંત અન્ય નબળા પાસપોર્ટ ધરાવતા દેશોમાં યમન (103), ઇરાક (104), સીરિયા (105) અને અફઘાનિસ્તાન (106) નો સમાવેશ થાય છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ