ગઈ કાલે રાજ્યભરમા હોટલ પર તોલમાપ વિભાગના અધિકારીઓ દ્વારા સામૂહિક ચેકિંગ હાથ ધરતા રાજ્યભરના હોટલ સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
તોલમાપ વિભાગના વડા નિયંત્રકશ્રી, કાનૂનીમાપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક સુરક્ષા, ગુજરાત રાજય, ગાંધીનગર પાસે હોટલોમાં ગ્રાહકો પાસેથી પેકેજડ ચીજ વસ્તુઓમાં છાપેલ કિંમત કરતાં વધુ ભાવ લેતા હોવાની વ્યાપક ફરિયાદના પગલે આ દરોડા પાડવામાં આવ્યા હતા.
રાજય સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવા છતાં પણ આ બાબતે વ્યાપક ફરિયાદોને આધારે દરોડા પાડયા હતા અને તોલમાપ તંત્ર દ્વારા આશરે રપ૦ જેટલા હાઇવે-હોટલોની નિરીક્ષણ કરી આશરે ૧૦૦ પ્રોસીકયુશન કેસ કરી રૂ. ૩.૦૦ લાખ રૂપિયાનો દંડ વસુલ કર્યો હતો.
આજરોજ સવારથી જ રાજ્યભરમાં હોટલોમાં દરોડા પાડયા હતા આ લખાય છે ત્યાં સુધી રપ૦ થી વધુ હાઇવે-હોટલો પર તોલમાપ કાયદા / નિયમોનાં ભંગ સબબ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું એમ.આર.પી કરતા વધુ રકમ લેતા તેમજ હોટલોમાં મેનુ કાર્ડમાં જથ્થો ન દર્શાવવા બાબતે દંડ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છેતેમ તંત્ર પાસેથી જાણવા મળેલ છે.