ભારતના બેન્કિંગ સેક્ટરમાં પ્રવર્તી રહેલી કટોકટી માટે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને આપેલા નિવેદનનો જવાબ આપતાં પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે ગુરુવારે ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા અર્થતંત્ર માટે લેવાતા નિર્ણયોને જવાબદાર ગણાવ્યા હતા. મનમોહનસિંહે જણાવ્યું હતું કે, વધી રહેલી બેરોજગારી, ખેડૂતોની આત્મહત્યા અને ફેક્ટરીઓ બંધ થવા માટે ભાજપની કેન્દ્ર ખાતેની સરકારની નીતિઓ જવાબદાર છે.