લોકસભાની ચુંટણીના ખરા સમયે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસનો સાથ છોડી દીધો હતો અને તમામ પદો પરથી રાજીનામું આપી દીધું હતું. ઉત્તર ગુજરાતની ચાર બેઠકો પર ઠાકોર મતોનું પ્રભુત્વ છે તેના પર અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ વિરોધ કામ કર્યું છે. હવે
ગુજરાતમાં લોકસભાની ચુંટણીનું મતદાન થઇ ગયું છે એટલે હવે કોંગ્રેસે આક્રમક તેવેર દેખાડવાની શરૂઆત કરી છે અને અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવા માટે રજૂઆત કરાઈ છે. હવે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ 8 મેના રોજ વિધાનસભાના અધ્યક્ષને મળીને અલ્પેશ ઠાકોરનું સભ્ય પદ રદ કરવાની રજૂઆત કરશે. કોંગ્રેસના ઉપનેતા શૈલેશ પરમારે વિધાનસભા અધ્યક્ષ સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી. ત્યારે હવે વિપક્ષ નેતા, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને ઉપનેતા સહિતનું પ્રતિનિધિમંડળ વિધાનસભા અધ્યક્ષને મળશે.