વારાણસીના કાશી વિશ્વનાથ મંદિર માટે ૫૦ હજાર પૂજારીઓની ભરતી કરવામાં આવશે. પૂજારીઓની આ ભરતી ત્રણ શ્રેણીમાં થશે. સૌથી વરિષ્ઠ પૂજારીને ૯૦,૦૦૦ વેતન, તેના પછીના સ્તરના પૂજારીને પ્રતિ માસ ૭૦,૦૦૦ વેતન અને સહાયક પૂજારીને ૪૫,૦૦૦ વેતન આપવામાં આવશે.
આટલું જ નહીં પૂજારીઓને રાજ્ય કર્મચારીઓની જેમ અનેક ભથ્થા આપવામાં આવશે. કાશ્વી વિશ્વનાથ મંદિર ન્યાસની ૧૦૫મી બેઠકમાં પૂજારી સેવા નિયમાવલીને લઈને સંમતિ બની ગઈ છે. કમિશ્નરી સભાગારમાં આયોજિત બેઠકની શરુઆત ન્યાસના વડા પ્રોફેસર નાગેન્દ્ર પાંડેના અધ્યક્ષ પદ હેઠળ થઈ હતી.