ભારતમાં નિયંત્રિત દવાઓ (Medicines)ના ભાવ વધવાની ધારણા છે. કેન્સર (Cancer), ડાયાબિટીસ (Diabetes), હૃદય રોગ (Heart Disease) અને એન્ટિબાયોટિક્સ (Antibiotics) જેવી આવશ્યક દવાઓ (Essential medicines)ના ભાવ વધવાનો અંદાજ હોવાનું જાણવા મળેલ છે. જે નિયંત્રિત શ્રેણીની દવાઓ (controlled category medicines)ના ભાવમાં 1.7% નો વધારો થવાની શક્યતા છે.
મળતી માહિતી મુજબ, કાચા માલ (Raw Material) અને અન્ય ખર્ચાઓની કિંમત દિવસેને દિવસે વધી રહી હોવાથી દવા ઉદ્યોગ કિંમતો વધારશે તેમ જાણવા મળેલ છે. જોકે, બજારમાં દવાઓના નવા ભાવ (New Price) લાગૂ થવામાં હજુ બે થી ત્રણ મહિના લાગશે. કારણ કે કોઈપણ સમયે બજારમાં લગભગ 90 દિવસ સુધી વેચાણપાત્ર દવાઓ ઉપલબ્ધ હોય છે.”