રાજ્યવાસીઓને મોંઘવારીનો વધુ એક ડામ આપવામાં આવ્યો છે. સિંગતેલના ભાવમાં ફરી વધારો થયો છે. 10 દિવસમાં સીંગતેલમાં 60 રૂપિયાનો વધારો થયો છે. હાલ સીંગતેલના ડબ્બાનો ભાવ 3 હજાર આસપાસ પહોંચી ગયો છે. હાલ સીંગતેલના ડબ્બાનો ભાવ 2950 થયો છે. મગફળીની ઓછી આવકથી પિલાણમાં ઘટાડો થતાં ભાવમાં વધારો થયો હોવાનુ વેપારીઓ જણાવી રહ્યા છે. તો બીજી તરફ કપાસિયા અને પામોલિનના ભાવ યથાવત છે. કપાસિયા અને પામોલિનમાં ભાવ યથાવત