અમેરિકાની સૌથી મોટી ઈલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લાએ ક્રિપ્ટોકરન્સી બિટકોઈનમાં કારનું પેમેન્ટ સ્વીકારવાની જાહેરાત કર્યા પછી સતત બીજા દિવસે બિટકોઈનના ભાવમાં વિક્રમી ઊછાળો આવ્યો છે અને મંગળવારે તે વધીને ૪૮ હજાર ડોલર એટલે કે અંદાજે રૂ. ૩૫ લાખની નજીક પહોંચી ગયો હતો. ક્રિપ્ટો કરન્સીના વિશ્વ બજારમાં ફેબુ્રઆરીથી શરૂ થયેલી તેજીમાં ટેસ્લાની જાહેરાતે આગમાં ઘી રેડવાનું કામ કર્યું હતું. પરિણામે બિટકોઈનના ભાવ અભૂતપૂર્વ ઉછાળાના પગલે નવા વિક્રમી સ્તરે પહોંચ્યા છે. ભારતીય રિઝર્વ બેન્કે પણ પોતાની ક્રિપ્ટો કરન્સી લાવવા અંગે વિચારણા શરૂ કરી હોવાથી ભારતમાં ડિજિટલ કરન્સી વધવાની આશા છે.