દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સાતમા આકાશે પહોંચ્યા પછી હવે રાંધણ ગેસના સિલિન્ડરના ભાવમાં પણ વધારો થયો છે. દેશમાં ૧લી જુલાઈથી પ્રતિ ૧૪.૨ કિલોના એલપીજી સિલિન્ડર ઉપર રૂ. ૨૫.૫૦નો વધારો થયો છે. ડિસેમ્બર ૨૦૨૦ પછી એલપીજીના ભાવમાં પાંચમી વખત વધારો થયો છે. વધુમાં એક વર્ષમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂ. ૨૪૦નો વધારો થયો છે. ૩૧મી માર્ચે તેમાં રૂ. ૧૦નો સાધારણ કાપ મૂકાયો હતો. દરમિયાન ગુરુવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો કે ઘટાડો થયો નહોતો.