રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 77માં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધિત કર્યું. રાષ્ટ્રપતિએ કહ્યું કે મને ખૂબ સારું લાગે છે કે દેશવાસીઓ સ્વતંત્રતા દિવસની તૈયારી કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ભારત લોકશાહીની માતા છે. સ્વતંત્રતા દિવસ આપણને યાદ અપાવે છે કે આપણે માત્ર વ્યક્તિઓ નથી, પરંતુ આપણે એક મહાન સમુદાયનો ભાગ છીએ, જે તેના પ્રકારનો સૌથી મોટો અને સૌથી વધુ ગતિશીલ છે. તે વિશ્વની સૌથી મોટી લોકશાહીના નાગરિકોનો સમુદાય છે