શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે 21 જુલાઈથી 2 દિવસીય ભારતની મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય મુદ્દાઓ પર વાતચીત કરે તેવી શક્યતા છે. કોલંબોમાં અધિકારીઓએ 9મી જુલાઈએ આ માહિતી આપી હતી. રાષ્ટ્રપતિ બન્યા બાદ વિક્રમસિંઘેની આ પ્રથમ ભારત મુલાકાત હશે.