રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સોમવારે મોરેશ્યસનાં પાટનગર પોર્ટલૂઈ પહોંચશે. તા. ૧૨મી માર્ચે મોરેશ્યસના સ્વાતંત્ર્ય દિન સમારોહમાં તેઓ મુખ્ય અતિથિ પદે રહેશે. તેઓ મોરેશ્યસ પહોંચે તે પૂર્વેથી જ ભારતનાં બે યુદ્ધ જહાજો આઇએનએસ તીર અને સીજીએસ સારથી પોર્ટ લઈ ઉપર લાંગરવામાં આવ્યાં છે. આ જહાજોની નૌ-સેના ટુકડીઓ પણ સ્વાતંત્ર્ય-દિન-પરેડમાં મોરેશ્યસની સેના-નૌસેના અને વિમાન સેનાની ટુકડીઓ સાથે ભાગ લેવાની છે.