સંસદનાં સેન્ટ્રલ હોલમાં શનિવારે ભાજપ નેતા નરેન્દ્ર મોદીને વિધિવત ભાજપ અને એનડીએનાં નેતા ચૂંટવામાં આવ્યા હતા. મોદી…મોદીનાં નારા અને તાળીઓનાં ગડગડાટ વચ્ચે પહેલા તેમને ભાજપ સંસદીય પક્ષનાં નેતા અને પછી એનડીએનાં નેતા ચૂંટવામાં આવ્યા હતા. મોદીએ અડવાણીને પગે લાગીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. મોદી મુરલી મનોહર જોશીને ભેટયા હતા. મોદી અને એનડીએનાં નેતાઓ મોડી રાત્રે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા હતા અને કેન્દ્રમાં સરકાર રચવાનો દાવો કર્યો હતો.આ અગાઉ ચૂંટણી પંચે નવા ચૂંટાયેલા તમામ સાંસદોની યાદી રાષ્ટ્રપતિ કોવિંદને સુપરત કરી હતી. આ સાથે જ ૧૭મી લોકસભા રચવાની પ્રોસેસનો પ્રારંભ થયો હતો.