પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રને પોતાના સંબોધનમાં કહ્યું કે આપણો દેશ ક્રાંતિકારી પરિવર્તનના સમયગાળામાંથી પસાર થઈ રહ્યો છે. આપણને આપણા દેશને વધુ ઉંચાઈઓ પર લઈ જવાની સુવર્ણતક મળી છે. હું દરેક નાગરિકને વિનંતી કરીશ કે અમારા લક્ષ્યોને હાંસલ કરવામાં અમારી સાથે જોડાય, આઝાદીના 100 વર્ષ પૂરા થયા પછી ભારત એક વિકસિત રાષ્ટ્ર બનશે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે બંધારણે તમામ પ્રકારના ભેદભાવને દૂર કરવા માટે આપણને સામાજિક ન્યાયના માર્ગ પર અડગ બનાવ્યા છે, કર્પૂરી ઠાકુર એ મહાન વ્યક્તિઓમાંના એક હતા જે સામાજિક ન્યાય માટે હંમેશા તત્પર રહેતા હતા, તેમનું જીવન એક સંદેશ હતું, તાજેતરમાં તેમની જન્મ શતાબ્દી વર્ષ ઉજવ્યું. હું તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.