દેશમાં ૧૩-૧૪મી જાન્યુઆરીથી કોરોનાના રસીકરણનો પ્રારંભ થવાની સંભાવના છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે મંગળવારે જણાવ્યું હતું કે, દેશમાં ૧૩-૧૪મી જાન્યુઆરીથી કોરોનાની રસીનો પહેલો ડોઝ અપાય તેવી સંભાવના છે. કોરોના વેક્સિનના ઇમર્જન્સી ઉપયોગ માટેની મંજૂરી મળ્યાના ૧૦ દિવસમાં રસીકરણનો પ્રારંભ કરવાની તૈયારી સરકારે કરી છે. રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે, દેશભરમાં ૨૯,૦૦૦ કોલ્ડ ચેઇન પોઇન્ટ તૈયાર કરાયાં છે. ભારત બાયોટેક અને સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા હવાઈ માર્ગે દેશમાં કરનાલ, મુંબઇ, ચેન્નઇ અને કોલકાતા ખાતે ઊભા કરાયેલા ચાર મોટા ડેપો ખાતે કોરોનાની રસી પહોંચાડશે. આ ડેપો ખાતેથી ઇન્સ્યુલેટેડ વાન દ્વારા ૩૭ સ્ટેટ વેક્સિન સ્ટોર ખાતે રસી લઈ જવાશે. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો જિલ્લા સ્તરે ઊભી કરાયેલા ટેમ્પરેચર કન્ટ્રોલ્ડ યુનિટ ખાતે રસી પહોંચાડાશે. અહીંથી તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રસી પહોંચતી થશે.