બિહાર વિધાનસભા ચૂંટણી અને દેશના ૧૧ રાજ્યોમાં યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપને મળેલી મોટી સફળતાના પગલે બુધવારે દિલ્હીમાં ભાજપના મુખ્યમથક ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના વરિષ્ઠ મંત્રીઓ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સહિતના હોદ્દેદારો સાથે સેંકડોની સંખ્યામાં ભાજપના કાર્યકર્તા હાજર રહ્યા હતા.
આ પ્રસંગે ધન્યવાદ સભાને સંબોધન કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, બિહારમાં સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસના મંત્ર, વિકાસ, સત્યની જીત થઇ છે. બિહારમાં યુવા, માતા, બહેનો અને બેટીઓનો વિજય થયો છે. બિહારનો ગરીબ અને ખેડૂત જીત્યો છે. આ બિહારની આકાંક્ષા અને ગૌરવની જીત છે. બિહારમાં અમે નીતીશકુમારના નેતૃત્વમાં આત્મનિર્ભર બિહારનો સંકલ્પ પૂરો કરીશું. ભાજપ પાસે સાઇલન્ટ વોટરનો એક મોટો સમૂહ છે જે ભાજપને વારંવાર મત આપી રહ્યો છે. આપણા દેશની મહિલાઓ અને નારીશક્તિ ભાજપની સાઇલન્ટ વોટર છે.