Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ આજ રોજ પ્રેસ કોન્ફરન્સ કરતા જણાવ્યું છે કે, રાજ્યના લોકોને સરકાર દ્વારા આપવામાં આવેલી લોકડાઉન 4ની ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરી છે અને આ નવા લોકડાઉનમાં ઘણી એવી બધી છૂટછાટ પણ આપવામાં આવી છે. જેથી લોકો સંક્રમણ ન ફેલાઈ તે માટેની તમામ તકેદારી રાખે. લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે. પોલીસ નવી ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરાવવા સુચના આપવામાં આવેલ છે. જો કોઈ ઉલ્લંઘન જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે. સાંજના 7થી સવારના 7 સુધી તમામ પ્રકારની સેવાઓ બંધ રહેશે. આ સમયગાળામાં લોકોની અવરજવર અને પ્રવૃતિઓ બંધ રહે તે માટે વિશેષ બંદોબસ્ત અને ચેકિંગ સહિત પેટ્રોલિંગ રાખવામાં આવશે.

કન્ટેઈનમેન્ટ વિસ્તાર સહિત સમગ્ર રાજ્યમાં સવારનાં 8થી બપોરના 4 સુધી દુકાનો ખોલવાની છૂટ આપવામાં આવેલ છે. દુકાનદારોએ સમય મર્યાદાનું પાલન કરી પોલીસને સહયોગ આપે. રિક્ષા અને ટેક્સીમાં માત્ર બે વ્યક્તિ હોય તેનું પાલન કરાવવામાં આવશે. રાજ્યમાં તમામ જગ્યાઓએ શાળા-કોલેજ, મોલ સહિત થિયેટરો અને બગીચા પર પ્રતિબંધ મુકાયો છે. અને તે ખુલે નહીં તે સુનિશ્ચિત કરવામાં આવશે. કન્ટેઈન્મેન્ટ વિસ્તારમાં કોઈ છૂટ આપવામાં આવેલ નથી. એટલે આ વિસ્તારમાં પહેલાં જેવું જ સંપુર્ણ લોકડાઉનનું પાલન કરાવવા સુરક્ષા વ્યવસ્થા લાગુ રહેશે. પોલીસ દ્વારા થતી કાર્યવાહી લોકો અને સમાજના હિત માટે કરવામાં આવે છે. છૂટછાટનો સંયમપુર્વક ઉપયોગ કરીએ અને સંક્રમણ અટકાવીએ.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ