રાજકારણીઓ અને અમલદારો એટલે કે ખાખી અને ખાદી વચ્ચેના જોડાણ સામે સુપ્રીમ કોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે જણાવ્યું હતું કે એક વખત તેણે વિચાર્યુ હતું કે હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશોના અધ્યક્ષપદ હેઠળ સ્ટેન્ડિંગ સમિતિ બનાવવામાં આવેે અને તે આ પ્રકારની ફરિયાદોની તપાસ કરે. મુખ્ય ન્યાયાધીશ એન વી રમન્નાએ જણાવ્યું હતું કે આ દેશમા પોલીસ અધિકારીઓ જે રીતે વ્યવહાર કરી રહ્યા છે તની સામે મને વાંધો છે. એક વખત હું વિચારી રહ્યો હતો કે એક સ્ટેન્ડિંગ કમિટી બનાવવામાં આવે, જેથી અમલદારો ખાસ કરીને પોલીસ અધિકારીઓ સામે આવતી ફરિયાદની તપાસ કરી શકાય.