કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં બળાત્કાર અને હત્યાના કેસમાં એક સનસનીખેજ ખુલાસો થયો છે. બુધવારે હડતાળ પર બેઠેલા જુનિયર ડોક્ટરો સાથે મીડિયા સાથે વાત કરતા પીડિતાના પિતાએ કહ્યું કે, પોલીસે ઉતાવળમાં લાશનો અંતિમ સંસ્કાર કર્યો અને તેને શાંત રાખવા માટે પોલીસે તેને લાંચની ઓફર કરી હતી.
તેમણે આરોપ લગાવ્યો કે પોલીસ શરૂઆતથી જ કેસને બંધ કરવાનો પ્રયાસ કરી રહી હતી, એટલા માટે અમને પોસ્ટમોર્ટમ પહેલા મૃતદેહને જોવા દેવામાં આવ્યો ન હતો. જ્યારે મૃતદેહ અમને સોંપવામાં આવ્યો, ત્યારે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ અમને પૈસાની ઓફર કરી, જેને અમે તરત જ ના પાડી દીધી.