દિલ્લીના જંતર-મંતર પર છેલ્લા બે દિવસોથી પ્રદર્શન કરી રહેલા ભારતના મોટા પહેલવાનોએ સરકાર પાસેથી આશ્વાસન મળ્યા બાદ શુક્રવારે મોડી રાતે પોતાના ધરણા ખતમ કરવાનો નિર્ણય લીધો. ભારતીય ઓલિમ્પિક સંઘ(IOA)એ WFI પ્રમુખ બૃજભૂષણ શરણસિંહ સામે યૌન ઉત્પીડનના આરોપીની તપાસ માટે 7 સભ્યોની સમિતિની રચના કરી છે. જે આરોપોની તપાસ કરીને પોતાનો રિપોર્ટ સોંપશે.