એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન દરમિયાન બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. લગ્ન પ્રસંગમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતાની સાથે જ મુંબઈ પોલીસે તપાસ તેજ કરી હતી. આખરે આરોપી વડોદરાથી પકડાઇ ગયો છે.
ત્યારે વડોદરાના આજવા રોડ પરના એક ફ્લેટમાંથી વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. વિરલ આસરવા નામના વ્યક્તિએ બોમ્બ બ્લાસ્ટની ધમકી આપી હોવાની માહિતી મળી રહી છે. જો કે આરોપીને મુંબઈ પોલીસ ધરપકડ કરી મુંબઈ લઈ જવાયો છે.