દેશના પ્રથમ નંબરના ભરૂચ (ભરૂકાચા) બંદર ખાતે વિશ્વભરના દેશોમાંથી જુદી જુદી કમ્યૂનિટીના લોકો આવતા અને સાથે રહેતા. આ કમ્યૂનિટીમાં હિન્દુ, બૌદ્ધ, જૈન, મુસ્લિમ એમ તમામ ધર્મનો સમાવેશ થાય છે. બંદરના અર્થતંત્રની જેમ જ પોતાના દેશના અર્થતંત્રને કઈ રીતે સુધારી શકાય તે બાબતનું ખાસ અવલોકન પણ કરતાં...
ફ્રાન્સથી આવેલા સારા કેલર અને માઈકલ રાકોતોઝોનિઆ ભરૂચના બંદર તરીકેની ઐતિહાસિકતાના વિષય પર અને ભરૂચ જ ભારતનું સૌથી જૂનું બંદર હોવાના પુરાવાઓ પર રિસર્ચ કરી રહ્યાં છે.
એક જમાનામાં ભારતીય ઉપખંડના પ્રવેશ દ્વાર એવા પ્રાચીન શહેરની જાહોજલાલીની સાક્ષી પુરાવતો ઉપરોક્ત નજારો છે. પ્રાચીન સમયથી લઈને ગ્રીક સમય સુધી ‘ભરૂકાચા’ નામથી ઓળખાતું આજનું-ભરૂચ જાહોજહાલીવાળું ખુબ જ અગત્યનું ભારતનું પ્રથમ બંદર હતું. વેપાર ઉદ્યોગથી ધમધતું આ બંદર ભૂમધ્ય સમુદ્ર તરફના ઓલિવ ઓઈલ અને લાલ પરવાળા, હાથીદાંત, રત્નો, કાષ્ઠ કારીગરી, છાપકામ, કાપડ અને સૌથી મહત્ત્વનું દક્ષિણ પૂર્વ એશિયાના મસાલાના વેપારીઓ માટે આકર્ષણનું કેન્દ્ર ભરૂચ જ હતું.
બંદર અને પ્રવાસન સ્થળ તરીકે ભરૂચની પ્રસિદ્ધિ સદીઓ પહેલા વિશ્વ વિખ્યાત હતી. કેટલાય વેપારીઓ અને પ્રવાસીઓએ તેમના દસ્તાવેજોમાં ભરૂચના બંદરની ભવ્યતાની સાક્ષીઓ પુરાવી છે. મુખ્યત્વે ચીનનો પ્રવાસી ઝેનઝોંગ, અરબ પ્રવાસી, અલ સમુદી અને ઈબ્ન બતુતા અને ત્યારબાદ ઝોં દ થેવનો, ઝોં બાતિસ્ત, તવૈર્હનિયે જેવા યુરોપિયનોનો સમાવેશ થાય છે.
ભરૂચની જાહોજલાલી અને અગત્યતાને લીધે ભરૂચ પર કેટલાય સમ્રાટોએ અનેકવાર આક્રમણ કર્યું પણ ઔદ્યોગિક ક્રાંતિના સમય સુધી તે કાર્યરત રહ્યું. બાફટા કાપડ, ડચ ઔદ્યોગિક ગૃહ અને પારસી વેપારીઓએ તેને જીવંત રાખવા માટે અગત્યનું યોગદાન આપ્યું. વેસ્ટર્ન કોસ્ટલાઈનનાં અગત્યના બંદર તરીકે વિશ્વભરમાં ગુજરાતીઓની વેપારી તરીકેની ઓળખનું કારણ ભરૂચ હતું. અહીં દેશ-વિદેશના લોકોને વેપાર ધંધા ઉપરાંત રહેવા અને પ્રવાસન માટેની સર્વશ્રેષ્ઠ સુવિધાઓ પુરી પાડવામાં આવતી. ‘રૂપિયા અહીં જ ખર્ચ કરાવો’ના નિયમને વળગીને એ સમયના વેપારીઓએ દુનિયાને જીતી લીધી હતી અને સમગ્ર એશિયામાં 10મી સદી સુધી ધંધા વેપાર માટે ભરૂચ પ્રખ્યાત હતું. ત્યારબાદ ત્રણ સદી ખંભાતનું બંદર બે સદી સુરતનું બંદર અને 16મી સદીથી એટલે કે બ્રિટિશોના સમયથી બોમ્બે બંદર જાણીતું બન્યું. જો કે આજનું ભરૂચ હવે બંદર નથી રહ્યું પરંતુ એક જમાના વ્યાપક શહેરના ભવ્ય ભૂતકાળની યાદો વાગોળતું નર્મદા નદીને કિનારે અડીખમ ઉભું છે.