કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ આવી પહોંચ્યા છે. આઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું હતું કે ગત પેટા ચૂંટણીમાં ચોંકાવનારા પરિણામ આવ્યા હતા તેનાથી સારા પરિણામ આ વખતે આવશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેની કોંગ્રેસે તૈયારી શરૂ કરી છે. આગામી ત્રણ દિવસમાં આ અંગે ચર્ચા વિચારણા થશે. સિનિયર નેતાઓ સાથે બેઠકોમાં સ્થાનિક મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરાશે. ગુજરાતની જનતા છેલ્લા 25 વર્ષથી ભાજપા સરકારથી પરેશાન છે. આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની કેડર તૈયાર છે. લોકોને સરકાર સામે રોષ છે તેનો ફાયદો મળશે અમે સારી રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડીશું .