હરિયાણાના કરનાલ જિલ્લાના કૈમલા ગામ ખાતે રવિવારે આયોજિત મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરની કિસાન મહાપંચાયતમાં કૃષિ કાયદા વિરોધી ખેડૂતોએ હંગામો મચાવીને ભારે તોડફોડ કરતાં મહાપંચાયત રદ કરી દેવાઇ હતી. મુખ્યમંત્રી ખટ્ટર રવિવારે કિસાન મહાપંચાયતમાં લોકોને કેન્દ્રીય કૃષિ કાયદાઓ અંગે માહિતી આપવાના હતા. ખટ્ટરની મહાપંચાયતમાં ખેડૂતો ધાંધલ કરે તેવી સંભાવનાને જોતાં મોટી સંખ્યામાં પોલીસદળ ખડકી દેવાયાં હતાં. પોલીસે મહાપંચાયતના સ્થળથી ૩ કિમી દૂરથી જ ખેડૂતોને અટકાવવા બેરિકેડ ખડકી દીધાં હતાં પરંતુ આક્રમક બનેલા ખેડૂતો બેરિકેડ તોડીને આગળ વધવા લાગ્યાં હતાં. ખેડૂતોને વિખેરવા પોલીસે લાઠીચાર્જ, ટિયરગેસ અને વોટરકેનનનો સહારો લીધો હતો પરંતુ તેમાં સફળતા હાંસલ થઇ નહોતી.