વડા પ્રધાને વધુમાં જણાવ્યું કે, જે રાજકીય પક્ષોને દેશની જનતાએ જાકારો આપ્યો છે, જેમને લોકોએ નકારી દીધા છે તેઓ આજે ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે. તેઓ સરકાર અને ખેડૂતોની ચર્ચા થવા દેવા માગતા જ નથી. આ રાજકીય પક્ષો માત્ર ચર્ચામાં રહેવા માટે આવા ગતકડાં કરતા રહે છે. તાજેતરની જ વાત કરીએ તો રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીર જેવા રાજ્યોમાં પંચાયતી ચૂટણીઓ થઈ હતી. તેમાં ખેડૂતોએ આવા પક્ષોને જ જાકારો આપ્યો હતો. આજે જે લોકો આંદલોન ચલાવી રહ્યા છે તેમની જ સરકારોએ અત્યાર સુધી સ્વામીનાથન કમિટિના અહેવાલને દબાવી રાખ્યો હતો. જે આજે ખેડૂતો માટે આંસુ સારી રહ્યા છે તેમણે સત્તામાં રહેવા દરમિયાન ખેડૂતો માટે શું કર્યું હતું તે બધા જાણે જ છે.