કલકત્તા હાઇકોર્ટે સોમવારે કહ્યું કે, દુર્ગા પૂજા પંડાલ દર્શનાર્થીઓ માટે નો એન્ટ્રી ઝોન રહેશે. કોર્ટે કહ્યું છે કે પંડાલને કન્ટેનમેન્ટ ઝોન ગણાશે અને તેમાં કોઈને પ્રવેશ નહીં અપાય. પંડાલની અંદર ફક્ત આયોજકોને જ રહેવાની મંજૂરી રહેશે. મોટા પંડાલો માટે આ સંખ્યા ૨૫ અને નાના પંડાલો માટે એ સંખ્યા ૧૫ સીમિત કરાઇ છે. કલકત્તા હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે તમામ મોટા પંડાલને ૧૦ મીટરના અંતરે બેરિકેડ લગાવવા પડશે, જ્યારે નાના પંડાલના આયોજકોએ પાંચ મીટરના અંતરે બેરિકેટ લગાવવા પડશે. લોકોના સ્વાસ્થ્યને મહત્ત્વના ગણતા અદાલતે કહ્યું કે કોલકાતામાં એટલી પોલીસ નથી કે ૩૦૦૦ પંડાલોમાં શ્રદ્ધાળુઓને નિયંત્રિત કરી શકાય.