ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા દ્વારા કોરોના વાઈરસથી બચાવવા માટે તૈયાર કરવામાં આવેલી રસી તેના ત્રીજા તબક્કાનાં પરીક્ષણમાં પણ સફળ સાબિત થઈ છે. એસ્ટ્રાઝેનેકા અને ઓક્સફર્ડ યુનિવર્સિટીએ એક નિવેદનમાં જણાવ્યું કે, તેમની કોવિશિલ્ડ રસી દર્દીઓના ઈલાજ માટે સફળ પુરવાર થઈ રહી છે. ભારતમાં પૂણેની સીરમ ઇન્સ્ટિટયૂટ સાથે બનાવવામાં આવી રહેલી આ રસી તેના ત્રીજા તબક્કાનાં પરીક્ષણમાં પહેલા ડોઝ સાથે ૭૦ ટકા જ્યારે સરેરાશ ૯૦ ટકા અસરકારક સાબિત થઈ હતી. યુનિવર્સિટીએ એમ પણ જણાવ્યું કે રસીના ડોઝના રેઝીમેન પ્રમાણે તે ૯૦ ટકા અસરકારક છે. આ રસીની મહત્ત્વની ખાસિયત એ છે કે, તેને ફ્રીઝના તાપમાનમાં રાખી શકાય છે અને તે સૌથી વધુ અસરકારક રહે છે. ભારતમાં અને દુનિયાના અન્ય દેશોમાં ઉપલબ્ધ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં તેની હેરફેર પણ સરળતાથી કરી શકાય તેમ છે. દરમિયાન અમેરિકાએ વેક્સિનેશન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. યુએસ કોવિડ-૧૯ વેક્સિન ટાસ્કના વડાએ જણાવ્યું હતું કે અમેરિકામાં ૧૧ ડિસેમ્બરે પ્રથમ વ્યક્તિને રસી આપવામાં આવશે. સ્પેન અને જર્મનીમાં પણ ડિસેમ્બરથી જ વેક્સિનેશન શરૂ થઇ જશે.