વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપી રહ્યા છે. મોદીએ મંગળવારે લોકસભામાં 2 કલાક 15 મિનિટનું ભાષણ આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું કે કોંગ્રેસ જુઠ્ઠાણાના લોહીથી રંગાયેલી છે. વડા પ્રધાનના ભાષણ પછી લોકસભાની કાર્યવાહી અમર્યાદિત સ્થગિત કરવામાં આવી હતી.