પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે સાત કંપનીઓને દેશમાં વાહનોનું ઇંધણ વેચવાની મંજૂરી આપી છે. મંત્રાલયના એક ઉચ્ચ અિધકારીના જણાવ્યા અનુસાર ઓટો ઇંધણ વેચવા માટે સાત નવી કંપનીઓને મંજૂરી આપવામાં આવી છે.
આ સાત કંપનીઓમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આરબીએમએલ સોલ્યુશન ઇન્ડિયા,ચેન્નાઇ સિૃથત ઇન્ડિયન મોલેસિસ કંપની, આસામ સરકારની આસામ ગેસ કંપની, એમ કે એગ્રોટેક, માનસ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર, ઓનસાઇટ એનર્જીનો સમાવેશ થાય છે.
સાત નવી કંપનીઓને પેટ્રોલ અને ડીઝલનું વેચાણ કરવાની મંજૂરી 2019માં સંશોધન કરાયેલા માર્કેટ ટ્રાન્સપોર્ટેશન ફ્યુલ્સના નિયમોને આધારે આપવામાં આવી છે. આશા વ્યક્ત કરવામાં આવી છે કે નવી કંપનીઓને મંજૂરી આપવાથી પેટ્રોલિયમ પેદાશોના વેચાણમાં હરીફાઇનું પ્રમાણ વધશે.