વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વ્યકિતગત યુટયુબ ચેનલના સબ્સક્રાઇબર્સની સંખ્યા વધીને બે કરોડને પાર થઇ ગઇ છે. ભારતના વડાપ્રધાન આ સિદ્ધિ હાંસલ કરનારા વિશ્વના એક માત્ર નેતા છે.
વિશ્વના અન્ય નેતાઓ આ બાબતમાં તેમનાથી ઘણા પાછળ છે. મોદીની ચેનલ પર પોસ્ટ કરવામાં આવતા વીડિયોના વ્યૂઝની સંખ્યા ૪.૫ અબજથી વધુ છે. આ સંખ્યા વિશ્વના અન્ય નેતાઓના વ્યૂઝ કરતા ઘણી વધારે છે.
વૈશ્વિક નેતાઓની વાત કરવામાં આવે તો સબ્સક્રાઇબર્સની સંખ્યાની બાબતમાં મોદી પછી બ્રાઝીલના પ્રમુખ જૈર બોલસોનારોનો નંબર આવે છે. તેમના સબ્સક્રાઇબર્સની સંખ્યા ૬૪ લાખ છે.