મોદી સરકારે તાજેતરમાં કરેલા કેબિનેટ વિસ્તરણ પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કટાક્ષ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, કેબિનેટમાં 43 મંત્રીઓને સમાવવામાં આવ્યા છે.આ વિસ્તરણને હાલમાં ચાલી રહેલા કોરોનાના રસીકરણ સાથે રાહુલ ગાંધીએ જોડીને સરકારને ટોણો માર્યો છે.
એક મીડિયા રિપોર્ટને ટેગ કરીને રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, મંત્રીઓની સંખ્યા વધી પણ વેક્સીનની નહીં.ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ જે મીડિયા રિપોર્ટનો હવાલો આપ્યો છે તેમાં કહેવાયુ છે કે, ભારતમાં રોજ 88 લાખ વેક્સીન ડોઝ આપવામાં આવે તો પણ ડિસેમ્બર સુધીમાં 60 ટકા વસતીનુ રસીકરણ થશે અને તેનાથી કોરોનાની ત્રીજી લહેરને રોકવામાં મદદ મળી શકે છે.હાલમાં ભારતમાં રોજ 34 લાખ ડોઝ અપાઈ રહ્યા છે.