બેંકો દ્વારા જારી કરાયેલા ક્રેડિટ કાર્ડની સંખ્યા વધીને 10 કરોડની નજીક પહોંચી ગઈ છે. ગત વર્ષે ડિસેમ્બરમાં સૌથી વધુ 19 લાખ ક્રેડિટ કાર્ડ જારી કરવામાં આવ્યા હતા. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના લેટેસ્ટ ડેટા અનુસાર, ડિસેમ્બરમાં બેંકિંગ સિસ્ટમમાં કુલ 9.79 કરોડ ક્રેડિટ કાર્ડ હતા. 2023માં 1.67 કરોડ નવા ક્રેડિટ કાર્ડ જારી કરવામાં આવ્યા હતા જ્યારે 2022માં 1.22 કરોડ ક્રેડિટ કાર્ડનો ઉમેરો થયો હતો.
કઈ બેન્કે સૌથી વધુ ક્રેડિટ કાર્ડ આપ્યાં?
ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક HDFC બેંક ક્રેડિટ કાર્ડ ઈશ્યુ કરવામાં ટોચ પર છે. ચલણમાં રહેલા કુલ ક્રેડિટ કાર્ડ્સમાં આ બેંકના કાર્ડની સંખ્યા 1.98 કરોડ છે, જે નવેમ્બરમાં 1.95 કરોડ હતી. સપ્તાહની શરૂઆતમાં HDFC બેંકે કહ્યું હતું કે તેણે જાન્યુઆરીમાં 2 કરોડ ક્રેડિટ કાર્ડના આંકડાને સ્પર્શ કર્યો હતો. ડિસેમ્બર 2023 સુધીમાં, SBI કાર્ડના ક્રેડિટ કાર્ડની કુલ સંખ્યા 1.84 કરોડ હતી. ICICI બેંકના કાર્ડની સંખ્યા વધીને 1.64 કરોડ થઈ છે જ્યારે Axis Bank દ્વારા જારી કરાયેલા કુલ કાર્ડની સંખ્યા 1.35 કરોડ છે. દરમિયાન, ક્રેડિટ કાર્ડનો ખર્ચ ડિસેમ્બર 2023માં વધીને રૂ. 1.65 લાખ કરોડ થયો હતો, જે નવેમ્બરમાં રૂ. 1.61 લાખ કરોડ હતો.