ગુજરાતમાં ‘વાયુ’ વાવાઝોડાને પગલે અગમચેતીના ભાગ રૂપે તંત્ર દ્વારા અનેક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારો પર પણ વાવાઝોડાને લઇને એલર્ટ તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. સાવચેતીના ભાગરૂપે રાજ્યમાં પોણા ત્રણ લાખથી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્યના તમામ બંદર પર 9 નંબરનું ભયજનક સિગ્નલ મુકવામાં આવ્યું છે. હાલ વાયુ વાવાઝોડું વેરાવળથી 280 કિલોમીટર દૂર છે.
ગુજરાતમાં 'વાયુ' વાવાઝોડાને લઈ રાજ્યના તમામ બંદર પર ભયજનક ગણાતું 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. 9 નંબરનું સિગ્નલ એટલે 90થી 120 કિલોમીટરની ઝડપે વાવાઝોડું આવવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. અમરેલીના જાફરાબાદ, દીવ, દ્વારકા, વેરાવળ અને પોરબંદરમાં 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ભાવનગરના ઘોઘા બંદર પર બે નમ્બરનું સિગ્નલ ઉતારી 9 નમ્બરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જાફરાબાદ બંદર પર હાઇએલર્ટ અપવામાં આવ્યું છે. ફિશરીઝ વિભાગે 9 નંબરનું સિગ્નલ લગાવ્યું છે.