કોંગ્રેસ અધ્યક્ષ પદની કમાન સંભાળવા માટે નોમિનેશનની પ્રક્રિયા આજથી એટલે કે 24 સપ્ટેમ્બર શનિવારથી શરૂ થઈ રહી છે. એવું માનવામાં આવે છે કે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે મુખ્ય હરીફાઈ પાર્ટી હાઈકમાન્ડની કથિત પ્રથમ પસંદગી અશોક ગેહલોત (Ashok Gehlot) અને પાર્ટીમાં ફેરફારની માંગણી કરનાર તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂર (Shashi Tharoor) વચ્ચે થશે. આ દરમિયાન રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે એક વ્યક્તિ, એક પદની ચર્ચા બિનજરૂરી છે અને તેઓ જીવનભર પોતાના ગૃહ રાજ્યના લોકોની સેવા કરવા માંગે છે.