કોરોના મહામારીએ વિશ્વને ઘણું નુકસાન પહોંચાડયું છે. વાયરસ સામે હજુ કોઇ અસરકારક દવા શોધાઇ નથી, રસીકરણ થઈ રહ્યું છે. બીજી તરફ વાયરસના નવા નવા વેરિયન્ટ સામે આવતા સારવારમાં વધુ મુશ્કેલીઓ ઉભી થઇ છે. આવી સ્થિતિમાં વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા બુધવારે ચોંકાવનારી જાણકારી આપવામાં આવી હતી. સંગઠનનું કહેવું છે કે, વિશ્વના 29 દેશોમાં કોરોના વાયરસનું નવું વેરિયન્ટ જોવા મળ્યું છે. Lambda નામનું વેરિયન્ટ દક્ષિણ અમેરિકામાં સૌપ્રથમ વખત જોવા મળ્યું હોવાનું સામે આવ્યું છે. વિશ્વ આરોગ્ય સંગઠનના સાપ્તાહિક અપડેટમાં જણાવાયુ છે કે, આ વેરિયન્ટ સૌપ્રથમ પેરુમાં જોવા મળ્યું હતું. Lambda વેરિયન્ટ દક્ષિણ અમેરિકામાં કોરોનાના વધતા કેસ પાછળ જવાબદાર રહ્યું છે.
અધિકારીઓનું કહેવું છે કે, પેરુમાં Lambda વેરિયન્ટની અસર વધુ હતી. પેરુમાં એપ્રિલ 2021થી 81% કોરોના કેસ Lambda સાથે સંબંધિત છે. બીજી તરફ ચિલીમાં છેલ્લા 60 દિવસમાં સબમિટ કરેલા 32 ટકા કેસમાં Lambda વેરિયન્ટ મળી આવ્યો છે. આર્જેન્ટિના અને ઇક્વાડોર જેવા અન્ય દેશોમાં પણ આ પ્રકારનાં ઘણા કેસો નોંધાયા છે.