કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને લઈ ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા 22 માર્ચથી 20 જૂન સુધીમાં યોજાનારી તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી હતી. તેમજ GPSC દ્વારા મોકૂફ રાખવામાં આવેલી પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાની તારીખો નક્કી કરીને 20 જૂનના રોજ આયોગની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે તે મુજબની ઉમેદવારોને જાણ કરવામાં આવી હતી. પરંતુ કોરોના સંક્રમણની હાલની પરિસ્થિતિ, વહીવટી તંત્રની કોરોના વાયરસની આનુષાંગિક કામગીરીમાં વ્યસ્તતા, પુરતા સોશિયલ ડિસ્ટન્સિગ સાથે પરીક્ષા લઈ શકાય તે માટે પરીક્ષા કેન્દ્રો મળવામાં મુશ્કેલી તથા ઉમેદવારોને પડનારી મુશ્કેલી વગેરે ધ્યાનમાં રાખીને હાલ સુધારા સાથેનો પરીક્ષા કાર્યક્રમ જાહેર કરવામાં આવતો નથી. તેમજ આયોગે સુધારેલા પરીક્ષા કાર્યક્રમ માટે ઉમેદવારોએ આયોગની વેબસાઈટ જોતા રહેવા માટે વિનંતિ કરી છે.