ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ (CJI) રંજન ગોગોઈએ કેન્દ્ર સરકારને એક પત્ર લખી તેમના અનુગામી તરીકે શરદ અરવિંદ બોબડેની ભલામણ કરી છે, તેમ સૂત્રોએ જણાવ્યું છે. CJI 17મી નવેમ્બરના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે ન્યાયમૂર્તિ ગોગોઈ બાદ સિનિયોરિટીમાં ન્યાયમૂર્તિ બોબડે બીજા ક્રમ પર છે. મુખ્ય ન્યાયમૂર્તિ ગોગોઈએ તેમના પત્રમાં ભારતના હવે પછીના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે ન્યાયમૂર્તિ એસ.એ. બોબડેની નિમણૂંક કરવાની પ્રક્રિયા શરૂ કરવા સરકારને ભલામણ કરી છે.