કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે નેહરુ મ્યુઝિયમનું નામ બદલવાનો નિર્ણય કર્યો છે. હવે તે પીએમ મ્યુઝિયમ તરીકે ઓળખાશે. અહીં દેશના તમામ 14 પૂર્વ વડાપ્રધાનોની સાથે જોડાયેલી યાદોને સાચવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંબેડકર જયંતિ એટલે કે 14 એપ્રિલે તેનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન મોદીએ આજે બીજેપી સાંસદોને કહ્યું કે એનડીએ સરકારે 14 ભૂતપૂર્વ વડા પ્રધાનોના યોગદાનને સ્વીકારવા માટે આ પગલાં લીધાં છે. વડાપ્રધાનના સંગ્રહાલયમાં દેશના તમામ ભૂતપૂર્વ વડાપ્રધાનોના કાર્યોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે તેમની સરકારે સુનિશ્ચિત કર્યું છે કે તમામ વડાપ્રધાનોના યોગદાનને માન્યતા આપવામાં આવે.