નીટ યુજી ૨૦૨૪ પરીક્ષાનો કેસ હવે સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે. ઉમેદવારોના એક જૂથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી નવેસરથી નીટ-યુજી, ૨૦૨૪ પરીક્ષા લેવાની માગ કરી છે. અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે ૫મેના રોજ આયોજિત નીટ-યુજી પરીક્ષામાં અનિયમિતતા આચરવામાં આવી હતી.