દેશના ઉપલા ગૃહ રાજ્યસભામાં ગુરુવારે ૭૨ સભ્યો નિવૃત્ત થયા હતા. રાજ્યસભામાં તેમના કાર્યો અને યોગદાનને યાદ કરતાં વડાપ્રધાન મોદી સહિત અનેક નેતાઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, તમારી સારી-સારી વાતોની નોંધ જરૂર લેવાય છે. આપણે આ ચાર દિવાલોમાં લાંબો સમય પસાર કર્યો છે. આ ચાર દિવાલોમાંથી જે મેળવ્યું છે તેનો રાષ્ટ્રના સર્વોત્તમ હિતો માટે ચારેય દિશાઓમાં ફેલાવશો. હિન્દુસ્તાનના દરેક ખૂણાની ભાવનાઓ અહીં પ્રતિબિંબિત થાય છે.