આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના આરંભ સાથે રાષ્ટ્રના નવ જાગરણનો આરંભ કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સાબરમતીના તટેથી સમગ્ર દેશની પ્રજાને આવાહન આપ્યું હતું.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ નમક પર વેરો નાખીને ભારતના આત્મ સન્માનને ઠેસ પહોંચાડવાનું કૃત્ય કરનાર બ્રિટીશ સરકારના કાયદાને દાંડીના નમક સત્યાગ્રહ છેડીને સમગ્ર રાષ્ટ્રમાં આઝાદીની લડત માટેના આગ્રહને બુલંદ બનાવ્યો હતો.
આજે 75 વર્ષ બાદ સાબરમતીના ગાંધીઆશ્રમથી 12.39ના વિજય મુહૂર્તમાં પુનરાવર્તિત દાંડી યાત્રાનો આરંભ કરાવીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર ભારતની જનતાને દેશ માટે જીવવા આવાહન આપ્યું છે. નમક એ વિશ્વાસ, નમક એ વફાદારી અને નમક એ સમાનતા તથા નમક એ શ્રમનું પ્રતીક હોવાથી મહાત્મા ગાંધીએ નમક પરના વેરોનો વિરોધ કરીને સરકાર સામે અહિંસક જંગ છેડયો હતો.