ગુજરાત કોંગ્રેસ ભવન ખાતે આજે કોંગ્રેસની બેઠક મળી હતી જેમાં આવનાર સમયમાં ગુજરાતમાં ખાલી પડેલી વિધાનસભા બેઠક પર ચૂંટણી યોજાવાની છે તે બાબતને લઈને મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મળતી માહિતી મુજબ રાષ્ટ્રીય સેવા દળના પ્રમુખ લાલજી દેસાઈ પર રઘુ દેસાઈએ હુમલો કર્યો હતો તે વેળાએ કોંગ્રેસના સીનીયર લીડરો પણ હાજર હતા. તમને જણાવી દઈએ કે રઘુ દેસાઈ ૨૦૧૭ની વિધાનસભા ચુંટણીમાં ચાણસ્માથી કોંગ્રેસ પક્ષમાંથી લડ્યા હતા અને હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. જયારે ૨૦૦૭ની વિધાનસભાની ચુંટણી રાધનપુરથી અપક્ષમાંથી હાર્યા હતા.
મળતી માહિતી મુજબ કોંગ્રેસના સેવાદળના રાષ્ટ્રીય પ્રમુખ લાલજી દેસાઈ થોડા સમય પહેલા રાધનપુર ખાતે પક્ષની મિટિંગ ભરી હતી. તે બાબતને લઈને કોંગ્રેસના આગેવાન અને ૨૦૧૭ની વિધાનસભા ચુંટણી લડી ચુકેલા રધુ દેસાઈએ ગાળો અને જૂતા વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. લાલજી દેસાઈ એ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આજે ગુજરાતમાં ખાલી પડેલી વિધાનસભા બેઠક પર ચુંટણી યોજાવાની છે તે માટે મંથન કરવા માટે કોંગ્રેસ ભવન ખાતે બેઠકનું આયોજન કરાયું હતું જેમાં આ ઘટના ઘટી હતી.