ગુજરાતની ચાર બેઠક સહિત રાજ્યસભાની 56 બેઠક માટે ચૂંટણી કાર્યક્રમ કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેર કરી દીધો છે. 15 રાજ્યમાં 56 બેઠક ખાલી પડી રહી છે, જેના માટે 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે.
ગુજરાતના રાજ્યસભાના ઉમેદવારોના નામની આજે જાહેરાત થઇ શકે છે. ભાજપ દ્વારા ગુજરાતના 4 ઉમેદવારોના નામની આજે જાહેરાત કરવામાં આવશે.